Gujarat

જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી – જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા આયોજન

ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સહકારી સંસ્થાઓ તથા બજાર સમિતિ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

જેમાં ડાકોર રણછોડરાયજી મંદિર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળો પર સાફ-સફાઈ કરવામાં આવી હતી.

આ અભિયાનમાં 200 કરતા પણ વધારે કર્મચારીઓ જોડાયા હતા. કોર્પોરેટિવ બિલ્ડ થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણીના ભાગરૂપે એક મે 2025 ગુજરાત સ્થાપના દિન ના રોજ જિલ્લામાં આવેલા મુખ્ય ધર્મસ્થળોએ સાફ-સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે અને ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.