Gujarat

વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાયો, લોકો જીવના જોખમે બાઈક લઈને પસાર થાય છે

કચ્છના અબડાસા તાલુકામાં તેરાથી નેત્રા તરફ જવાનો માર્ગ બંધ થવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ માર્ગ પર પૂલનું કામ ચાલી રહ્યું છે. વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયો છે.

લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે. આ કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

દર ચોમાસામાં આ મહત્વનો ધોરીમાર્ગ બંધ થઈ જાય છે. સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

હાલમાં લોકો નેત્રા જવા માટે પોતાની બાઈક પાણીમાં નાખીને જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે.

સ્થાનિક અગ્રણી મહેશ ભાનુશાલીએ ગ્રામજનો વતી રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી છે.