Gujarat

વાલીયાના દિવ્યાંગ યુવાને ઈન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં ગણેશ વંદના ડાન્સ કરી પ્રથમ સ્થાન મેળવ્યું

ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે રહેતા પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પિન્ટુએ તાજેતરમાં દિવ્યાગો માટે યોજાયેલી ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં સતત બીજી વખત બાજી મારી છે. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સતત બીજી વખત બાજી મારી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સેવાલીયા ખાતે રહેતા પ્રજ્ઞાચક્ષુ પિન્ટુ માસ્ટરે ડિસેમ્બરના છેલ્લા વીકમા ઓરિસ્સા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. શાંતિધામ ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તમામ પ્રકારના દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડાન્સ, ગીત, સંગીત, એક્ટિંગ, યોગા, પેન્ટિંગ તથા અલગ અલગ પ્રકારની કલાઓનું પ્રદર્શન થયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના આવેલ ખેડા જિલ્લાના સેવાલિયા ગળતેશ્વરના પ્રજ્ઞાચક્ષુ તુષાર વર્મા ઉર્ફે માસ્ટર પીન્ટુએ સેમી ક્લાસિકલ ડાન્સ ગણેશ વંદના ડાન્સ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાવતરાવ, મેડિકલ ઓફિસર- સ્વસ્તિકસર તથા આ સંસ્થાના પ્રમુખ નિલિમાબેન, સ્નેહા શિલ્પાબેન ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષના હસ્તે સર્ટિફિકેટ, પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સતત બીજીવાર ગુજરાતના માસ્ટર પિન્ટુ પ્રથમ સ્થાને રહ્યા હતા અને પ્રથમ ઇનામ જીતી પોતાની સફળતાને જીવંત રાખી હતી.