જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ભારૂંડી પ્રાથમિક શાળામાં ગામમાં કાર્યરત શ્રી ભારૂંડી સેવા સહકારી મંડળી તરફથી બાળકોનાં અભ્યાસ અર્થે દાનપેટે કમ્પ્યુટર આપવામાં આવેલ છે. ગામનાં રહીશ વિપુલભાઈ પટેલ તરફથી પ્રિન્ટર ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે.
શાળામાં યોજાયેલ સદર અર્પણવિધિ કાર્યક્રમ પ્રસંગે વિપુલભાઈ પટેલે શાળાનાં તમામ બાળકોને પાઉંભાજી, પુલાવ, છાશનું પૌષ્ટિક તિથિભોજન ઉપલબ્ધ કર્યુ હતું. આ તકે રાધિકાબેન પટેલ તરફથી તમામ બાળકોને પાણીની બોટલ વિતરીત કરવામાં આવી હતી.

જરૂરિયાતમંદ બાળકોને દાનપેટે કમ્પ્યુટર, પ્રિન્ટર, પાણીની બોટલ તથા તિથિભોજન ઉપલબ્ધ કરી પોતાની શાળા અને ગામ પ્રત્યેનું ઋણ અદા કરી માનવતા મહેંકાવનાર શ્રી ભારૂંડી સેવા સહકારી મંડળી, વિપુલભાઈ પટેલ તથા રાધિકાબેન પટેલનો શાળાનાં આચાર્ય ક્ષમાબેન રાકેશભાઈ મહેતાએ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.