Gujarat

ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અનેક મહિલાઓને પ્રેમ જળમાં ફસાવનાર યુવકની ધરપકડ, મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો 

જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો, પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી 
જેતપુરમાં થોડા દિવસ પહેલા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી જેમાં ઇન્સ્ટા આઈડી પરથી મેસેજ કેમ કરે છે તે બાબતે યુવકને રાજકોટના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો તો પરંતુ.તેમાં પોલીસ દ્વારા તપાસ કરતા અન્ય એક શખ્સ ઇન્સ્ટાગ્રામ ફેંક એકાઉન્ટ બનાવી મેસેજ કરતો હતો અને અનેક મહિલાઓ સાથે વાત કરી હોવાનું ફલિત થતા પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનાલિસિસ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુરમા રહેતા અંકિત જીતેન્દ્રભાઈ રાદડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.23,2 ના રોજ તેઓને ભુપતભાઈ ભુવા જેતપુર વાળાનો ફોન આવેલ અને જણાવ્યું હતું કે તારી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી હાર્દિકભાઈ ગોંડલીયા રહે. રાજકોટ વાળાની પત્નીને મેસેજ કરેલ છે.અને તેમને વાત કરવી છે.જે બાદ ભુપતભાઈ,હાર્દિકભાઈ તેમજ અન્ય ઈસમોએ ફરિયાદી યુવકને જેતપુર સરદાર ચોક ખાતે બોલાવી અને ઈન્સ્ટાગ્રામ પર કેમ મેસેજ કરી અને માર મારવામાં આવે થી જેતપુર સીટી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પરતુ ફરિયાદી યુવકે કોઈપણ પ્રકારના મેસેજ કરેલા ના હોય અને આરોપીની ધરપકડ કર્યા બાદ જાણવા મળેલ કે ફરિયાદીનું ઇન્સ્ટાગ્રામ કોઈ ગઠીયાએ ઊભા નથી રહેતાં ફરિયાદીના ઇન્સ્ટા એકાઉન્ટ જેવું જ નામ રાખી નકલી આઈડી બનાવનાર વ્યક્તિએ હાર્દિકભાઈ ગોંડલીયા ની પત્નીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલ જેથી આ વાતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી એ જ મેસેજ કરેલ છે તેવું માની અને ફરિયાદી ને માર માર્યો
સમગ્ર ઘટનાએ નવો વળાંક લેતા જેતપુર પોલીસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અધિકારીના મદદ થી ડમી એકાઉન્ટ ધારકની ઈન્સ્ટાગ્રામના સર્વર પરથી માહિતી માગવામાં આવેલ ત્યારબાદ ડમી ઈન્સ્ટાગ્રામ બનાવનારની માહિતી મળતા પોલીસે યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં જેમાં ગઢડા તાલુકાના અડતાળા ગામના રહેવાસી પરેશ બાબુભાઈ પરમાર હોવાનું જાણવા મળતા, પોલીસ દ્વારા અડતાળા ગામ ખાતે લોન રિકવરી એજન્ટ બનીને આરોપીના ઘરે જઈ આરોપી વિશે જાણકારી મેળવતા આરોપી હાજર ન મળી આવતા આખરે 24 કલાક જેટલો સમય અડતાળા ગામ ગામમાં આરોપીના ઘર પર નજર રાખીને વિતાવેલ ત્યારબાદ રાત્રિના સમયે આરોપી ઘરે આવતા આરોપીને પકડી પાડવામાં આવેલ..
પોલીસ તપાસમાં જાણવા મળેલ કે આ ઇસમ છેલ્લા ચાર પાંચ મહિનાથી ફરિયાદીનું ઇન્સ્ટા ડમી એકાઉન્ટ ઉપયોગ કરતો અને તે ડમી એકાઉન્ટમાં ફોલોવર વધારવા માટે રૂપિયા 20 આપીને 1,000 ફોલોવર્સ વધારતો તો જેથી એકાઉન્ટ ડમી ના લાગે તેમ જ આ સાઇબર ગઠીયાએ ફરિયાદીના ઓરીજનલ ઇન્સ્ટા એકાઉન્ટ પર સતત નજર રાખતો અને ટ્રાવેલિંગ, ઘર, ધંધો, પરિવારના સભ્યો ની બધી માહિતી એકઠી કરીને ફરિયાદી જે પોતાની અંગત ઇન્સ્ટા એકાઉન્ટમાં અપલોડ કરતો તો તેવું જ આ સાઇબર ગઠીયો ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અપડેટ રાખતો હતો. તેમજ આરોપીએ ફરિયાદીના હાથમાં રહેલ ટેટુ જેવું ટેટુ પોતાના હાથમાં બનાવડાવેલ. આરોપીને આવો આઈડિયા ઈન્સ્ટાગ્રામ પર રિલ જોઈને આવેલ અને આ બાબતે ગુગલ પર પણ સર્ચ કરીને શીખેલ.
આરોપી દ્વારા ડમી એકાઉન્ટમાં દરરોજ અઢળક મહિલાઓ અને છોકરીઓના ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરવામાં આવતા હતા અને જે એકાઉન્ટ પરથી રીપ્લાય મળે તે એકાઉન્ટ ભારત સાથે અંકિત પટેલ બનીને ચેક કરતો અને તેની વાતોથી પ્રેમ જાણવા ફસાવીને રૂપિયા પડાવવામાં આવતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીના મોબાઇલ માંથી ઘણી બધી ચેક મળેલ પરંતુ મહિલાઓની પ્રાઇવેસી અને તેમની પ્રતિષ્ઠાને કોઈ હાની ન પહોંચતી હતી તેમનો સંપર્ક છે તે પોલીસ દ્વારા કરવામાં ન આવ્યો.
આરોપીના મોબાઈલ ફોનમાં અમુક મહિલાઓ સાથેના વિડીયો કોલ દરમિયાન સ્ક્રીન રેકોર્ડિંગ પણ મળી આવેલ જેમાં આરોપી માત્ર પોતાના હાથમાં રહેલ ટેટુ દેખાડતો અને ચહેરો છુપાવતો હતો. જેથી તેનો ભાંડો ન ફૂટે ઉપરાંત આ સહિતના આરોપીના મોબાઇલ માંથી અન્ય વ્યક્તિઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ના આઈડી મળી આવેલ જેની પોલીસ તપાસ હાલ ચાલુ છે તેમજ આરોપી નો મોબાઇલ ફોન કબજે કરવામાં આવેલ છે.મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.