Gujarat

E.M.R.I. ગ્રીન હેલ્થ સર્વિસના તમામ યુનિટના કર્મચારીઓએ નવા વર્ષે શપથ ગ્રહણ કર્યા

રાજ્યમાં ચાલી રહેલી ઈમરજન્સી સેવા પૈકી E.M.R.I. ગ્રીન હેલ્થ સર્વિસના ખેડા યુનિટ દ્વારા ખેડા જિલ્લામાં સંકળાયેલી તમામ ઈમરજન્સી સેવા જેવીકે, 108 એમ્બ્યુલન્સ, મહિલા અભયમ 181, 1968 કરુણા, ખિલખિલાટ વિગેરે સેવાના 125થી કર્મચારીઓએ આજે નવા વર્ષના બીજા દિવસે ‘પીડીતને વધુ ઝડપી સેવા મળે અને ગુણવત્તાયુક્ત સેવા મળે તે માટે કટિબદ્ધતા’ દર્શાવી શપથ લીધા છે.

ઈ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ખેડા દ્વારા વર્ષ 2025ને આવકારી આ વર્ષે સોનેરી સંકલ્પ સાથે નવા વર્ષની ઊજવણી કરી છે. આજે વર્ષના બીજા દિવસ નડિયાદ ખાતે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ખેડા દ્વારા નવા વર્ષ નિમિત્તે તમામ કર્મચારીઓએ સોનેરી સંકલ્પ પૂર્ણ કરવા શપથ લીધાં છે. જેમાં પિડીતને સમયસર ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવી, પિડીત સાથે અને તેનાં પરિવાર સાથે આત્મીયતાથી વર્તન કરવું અને લાગણી સભર સેવાઓ પહોચાડવા કટિબદ્ધતા દર્શાવતી પ્રતિજ્ઞા લીધી છે.

ઇ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસના કાર્યરત 108 ઇમરજન્સી હેલ્થ સર્વિસ,1968 કરુણા, ખિલખિલાટ, એમબુલન્સ, અભ્યમ 181 મહિલા હેલ્પ લાઈન, મેડિકલ હેલ્થ યુનિટ, ધન્વંતરિના ખેડા જિલ્લાના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. અંદાજે આ તમામ યુનિટના 125થી વધુ કર્મચારી ભાઈ-બહેનોએ પ્રતિજ્ઞા લીધી છે.

આ ઉપરાંત આ તમામ ઈમરજન્સી યુનિટના કર્મચારીઓ સાથે આવનાર પર્વ ઉત્તરાયણ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઈમરજન્સી સેવાને કઈ રીતે તમામ લોકો સુધી પહોંચે તેની ચર્ચા કરાઈ હતી. નવા ઉત્સાહ સાથે સ્ટાફને સૂચનો માર્ગદર્શન અને તેમનો ઉત્સાહ વધારી અને તમામ ટીમને સાથે રાખી નવા વર્ષના સૂચનો તેમજ શપથ લેવડાવવામાં આવ્યા હતા.