Gujarat

કર્મચારીઓને તમાકુ નિયંત્રણ અને COTPA કાયદા અંગે માર્ગદર્શન અપાયું

ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપોમાં એક મહત્વપૂર્ણ સેન્સીટાઈઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડેપોના તમામ કર્મચારીઓની હાજરી નોંધાઈ હતી. તેમાં મેકેનિક સ્ટાફ, ડ્રાઇવર, કન્ડક્ટર, વહીવટી સ્ટાફ અને અપ્રેન્ટિસ સ્ટાફનો સમાવેશ થતો હતો.

કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને પેસિવ સ્મોકિંગથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના સોશિયલ વર્કરે ઉપસ્થિત સર્વે કર્મચારીઓને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે COTPA-2003 (સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ) કાયદા વિશે પણ વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમના અંતે એપ્રેન્ટિસ અને મેકેનિક સ્ટાફને પ્રોત્સાહક ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.