સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પી.પી.એસ. હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, પરશોત્તમભાઈ ઉમટ, પ્રકાશભાઈ પાનસુરીયા, વંડા સરપંચ વાલાભાઈ સાટીયા વગેરે અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા દ્વારા નવા પ્રવેશ મેળવનાર આંગણવાડી, બાલવાટીકા, પ્રાથમિકશાળા, તેમજ ધોરણ 9 અને 11નાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ પાઠ્ય પુસ્તકોના સેટ અર્પણ કરી પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પી.પી.એસ. હાઇસ્કૂલની વિધાર્થીની મયુરી દેંગડા, સાધના ગોંડલિયા, યેશ્વિ બગડાએ સંગીતના તાલે ગીત રજુ કર્યુ હતુ.
શાળાની વિધાર્થીની સોલંકી ભૂમિકાએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વકત્વ્ય આપ્યુ હતુ તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિધાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.