Gujarat

એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક અને કંપાસ આપ્યા

મુંબઈની સામાજિક સંસ્થા એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટે ખેડા તાલુકામાં શૈક્ષણિક સહાય કાર્યક્રમ યોજ્યો છે.

ટ્રસ્ટે વાસણા મારગિયા, લાલી, બીડજ, મહીજ, સાખેજ અને સમાદરા ગામની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક અને કંપાસનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે.

ટ્રસ્ટના ચેરમેન અશ્વિનભાઈ શાંતિલાલ શાહે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારના બાળકોને શિક્ષણ તરફ આકર્ષિત કરવા અને તેમના અભ્યાસમાં મદદરૂપ થવા આ પહેલ કરવામાં આવી છે.

વિતરણ કાર્યક્રમ શાળાના આચાર્યો અને ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો.

કાર્યક્રમનું સ્થાનિક આયોજન રંગ અવધૂત સેવા મંડળ અને ફી રેગ્યુલેશન કમિટીના સભ્ય જયેશભાઈ પટેલે કર્યું હતું.

ટ્રસ્ટે આગામી સમયમાં પણ આવા સામાજિક સેવા કાર્યો કરવાનો નિર્ણય લીધો છે.

શાળાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોએ એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો હતો.