Gujarat

સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્‍વામી સામે ફોજદારી ગુન્‍હો નોંધવા ફરીયાદ…સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઈ મશરૂની વાતને સમર્થન મળયું

સાવરકુંડલાના મહેશભાઈ મશરૂ (કાનો) એ એક નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે માફીની વાત છોડો. આવો બફાટ કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી ભવિષ્યમાં આવો બફાટ કરતાં પહેલાં કોઈ પણ સો વખત વિચાર કરે. આ સંદર્ભે સાવરકુંડલા આ રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઈ મશરૂ પણ સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજમાં છે તો જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના એડવોકેટ જયભારત ધામેચાએ રાજકોટ પોલીસ કમિશ્નર સમક્ષ લેખીત ફરીયાદ આપી ભારતીય ન્‍યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્‍હો નોંધવા  માંગણી કરી છે. તો બાબરા ખાતે પણતો જાણવા મળતી વિગતો મુજબ આ જ્ઞાનપ્રકાશ સ્વામી વિરૂધ્‍ધ બાબરા પોલીસ સ્‍ટેશનમાં એડવોકેટ રિષિ રૂપારેલીયા ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે
 બિપીન પાંધી સાવરકુંડલા