માનકુવા પોલીસે કેરા ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ અને તેના માણસો દ્વારા દારૂની હેરાફેરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.પી. ગોહિલની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કોડના એએસઆઇ ઉપેન્દ્રસિંહ રાણા અને પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મેકડોનલ્સ નં.1 કંપનીની વ્હીસ્કીની 144 બોટલ, રોયલ ચેલેન્જ કંપનીની 1860 બોટલ અને રોયલ સ્ટેગ કંપનીના 48 ક્વાર્ટર સહિત કુલ 2196 બોટલનો સમાવેશ થાય છે.
આ દારૂની કિંમત રૂ.27.19 લાખ છે. વધુમાં એક મહિન્દ્રા બોલેરો પિક-અપ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂ.7 લાખ છે.
આ કેસમાં અનોપસિંહ અભેસિંહ રાઠોડ, દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો વ્યક્તિ, બોલેરો પિકઅપનો ચાલક અને માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનની ટીમના અન્ય સભ્યો પણ જોડાયેલા હતા.