વેરાવળ નગરમાં કેશવ સ્મારક સમિતિ અને મહિલા સમન્વય દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દેશની ત્રણેય સેનાના – જમીન, આકાશ અને નૌસેનાના બહાદુર સૈનિકો અને અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.

કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ, ભારત વિકાસ પરિષદ અને સંપર્ક વિભાગના 70 જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ગીર સોમનાથ જિલ્લાના પી.આઈ. કાજલબેન સુવા ઉપસ્થિત રહ્યા હતા.

માજી સૈનિકોમાં કારગિલ વોરિયર કિરીટભાઈ ઓઝા, રાણાભાઈ બળાઈ, રણજીતભાઈ બારડ, રાકેશભાઈ ઠાકુર અને દિનેશભાઈ ધ્રાંગડ પરિવાર સાથે હાજર રહ્યા હતા.
જિલ્લા સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણી અને જુનાગઢ વિભાગ સહસંયોજિકા નંદુબેન ભમ્મર પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

‘ઓપરેશન સિંદૂર નારી ની અમર આશા’ બેનર હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદના ખ્યાતિબેન શાહે કર્યું હતું.
વેરાવળ નગર મહિલા સમન્વય સહસંયોજિકા રિંકુબેન મેસવાણીયા, મહિલા સંપર્ક વિભાગ સહસયોજિકા ચંદ્રપ્રભાબેન અગ્રાવત, ગર્ભ સંસ્કાર વિશેષજ્ઞ ડૉ. નીશાબેન ગોહિલ અને રાષ્ટ્ર સેવિકા સમિતિના સેવિકા મનિષાબેન ગોહિલે કાર્યક્રમનું સમન્વય કર્યું હતું.





