Gujarat

જામખંભાળિયાની ઘી નદીમાં ફરી ગાંડીવેલનું આક્રમણ શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ઘી નદી ખૂબ જ જાણીતી તથા રામનાથથી ખામનાથ વચ્ચે ફેલાયેલી તથા રામનાથ, મહાદેવ વાડો તથા પાજ પાસે ત્રણ સ્થળે નાહવા તથા તરવાનું શીખવા માટે આદર્શ ગણાતી આ નદીમાં હાલના 50/60 વર્ષના અનેક પ્રૌઢો તરતા શીખ્યા છે.

તેલી નદીમાં કેટલાક સમયથી દરેક ઉનાળાના સમયે ગાંડીવેલનો ઉપદ્રવ થતા નદીનું પાણી બગડી જાય છે તથા તેની સુંદરતા પણ ખરાબ થઈ જતા તથા ગાંડીવેલથી મચ્છરોની વ્યાપક ઉત્પત્તિ થાય છે.

જોકે,ગાંડીવેલ થવાનું કારણ નદીમાં ઠેર ઠેરથી આવતું ગટરનું પાણી હોય, ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજયમંત્રી મુળુભાઈ બેરા દ્વારા 27 કરોડના ખર્ચે ગંદા પાણીના નિકાલની ખાસ યોજના મંજુર કરાવી હોય તે પૂર્ણ થયે જ ઉપરોકત ગાંડીવેલની સમાપ્તિ થશે.

જોકે અન્ય સ્થળે ગાંડીવેલને ગાય ભેંસો આરોગી જાય છે પણ ઘી નદીમાં જવા માટે ગાયો ભેંસોને રસ્તો ના હોય ગાંડીવેલ તેનું સામ્રાજ્ય ફરી જમાવા માંડી છે.

મૂળીયા જમીનમાં ના હોય તેવી આ ગાંડીવેલ એક વખત એક જગ્યાએ ઉગ્યા પછી થોડા જ સમયમાં ગીચતાથી સમગ્ર નદીનો વિસ્તાર કબ્જે કરી લે છે તે પણ આશ્ચર્યજનક રીતે વૃદ્ધિ પામીને તે પણ જોવા જેવી બાબત છે બન્ને તરફ ગંદા પાણીના નિકાલની યોજના પછી જ વેલ સમાપ્તિ