Gujarat

ગઢ કર્મચારી નિવૃત મંડળે 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોનું સન્માન કર્યું

પાલનપુર તાલુકાના સરિપડા ગામે આવેલા નારસુંગા વીર મહારાજના મંદિરમાં ગઢ કર્મચારી નિવૃત્ત મંડળ દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિયેશનના પ્રમુખ એસ.એસ. વાઘેલા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ગઢ નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ હરિ મગરવાડિયાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોનું સ્વાગત કર્યું.

કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ મંડળના સભ્યોએ મહેમાનોનું શાલ અને બુકે આપીને સન્માન કર્યું.

કાર્યક્રમમાં મંડળના 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોનું પણ શાલ અને બુકે આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંડળ દ્વારા સભ્યો માટે અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.