Gujarat

ગીર સોમનાથના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જલાભિષેક અને ધ્વજા પૂજા કરી ચાર્જ સંભાળ્યો

ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એન.વી. ઉપાધ્યાયે આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. તેમણે જલાભિષેક સાથે ધ્વજા પૂજા પણ કરી હતી.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કલેક્ટરનું સ્વાગત કર્યું હતું. તેમને પ્રસાદ અને સ્મૃતિ ચિત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

કલેક્ટર ઉપાધ્યાયે ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે જિલ્લાના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.