લાઠી તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ૨૦૨૫ યોજાયો
લાઠી તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ૨૦૨૫ લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મધુભાઈ નવાપરાના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી ઓને આવકારી ઉજવવામાં આવ્યો.
ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કરતા લાઠી શહેર પ્રમુખ ધર્મેશ સોનીએ જણાવેલ કે શિક્ષણ એ જીવનનો આધાર છે બાળપણમાં મળેલું સંસ્કારીત શિક્ષણ જીવન ના દરેક પડાવને સફળ બનાવે છે.માતા પિતા બાળકોને જીવન આપે છે જ્યારે શિક્ષણ તેમને જીવવાની રીત શીખવાડે છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩ માં શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ થી શિક્ષણને નવી દિશા મળી છે અને ત્યારથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ યુગ શરૂ થયો છે. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ બાબુભાઈ ધોળકિયા નગરસેવક વિનુભાઈ ભાતિયા રાજુભાઈ નવાપરા મુકેશભાઈ મેતલીયા સહિતના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


