Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ જિલ્લામાં તા. ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા તેમજ તાલુકામાં વિવિધ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રેક્ટિસ માટે જાહેર જનતા માટે જાહેર સ્થળો પર શિબિરનું આયોજન થઈ રહ્યું છે. જે અન્વયે ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન પાંચ સ્થળ પર યોગ શિબિર અને સંવાદ કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ૨૧ જૂન સુધી જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે આ પ્રકારે શિબિરનું આયોજન કરવામાં આવશે.

યોગ પ્રેમી જાહેર જનતાને વિવિધ સ્થળો પર થતી શિબિરમાં યોગનો લાભ લેવા  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યુ છે. આ અંગેની વધુ જાણકારી માટે મો. 9427214602, 9106322723, 9824281982 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.