Gujarat

ગૌમાતા ને રાજ્ય માતા નો દરજ્જો આપવા ની માંગ સાથે મિંઢોર બંધ હાથે વરરાજો આવેદનપત્ર આપવા પહોંચ્યો

મહારાષ્ટ્ર ની જેમ ગુજરાતમાં ગૌમાતા ને રાજ્ય માતા નો દરજ્જો આપો : અર્જુન આંબલીયા 
લગ્નમાં હોલિકોપ્ટર થી જાન તથા લગ્નના ભવ્ય આયોજન વિશે તો તમે સાંભળ્યું હશે પણ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના વતની અને ગુજરાત ના જાણીતા ગૌભકત અર્જુન આંબલીયા ના અનોખી રીતે લગ્ન કરવામાં આવ્યા. મિંઢોળ બાંધ્યા પછી વરરાજા બહાર ના જઈ શકે તેવી લોક વાયકા છે પરંતુ ગૌ ભક્ત અર્જુન આંબલીયા એ પોતાના લગ્ન ના દિવસે રેલી કરીને મામલતદાર કચેરીએ પહોંચ્યા અને ત્યાં ગૌમાતા ને રાજ્ય માતા નો દરજ્જો આપવામાં આવે તે માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ તકે હાજર રહેલ અખિલ ભારતીય ગૌ સંવર્ધન ટ્રસ્ટ દિલ્લી ના અધ્યક્ષ શ્રી અવધૂત રામાયણી બાપુ એ જણાવ્યું કે આઝાદ ભારત ના ઈતિહાસ માં આવી પહેલી ઘટના છે કે લગ્ન ના દિવસે તો વરરાજો એના કામ માં પડ્યો હોય ત્યારે અમારા ગૌભકત અર્જુન આંબલીયા એ આવું કામ કરી એક ઈતિહાસ સ્થાપિત કરી દિધો છે. વધુમાં હાજર રહેલ કરશનદાસ બાપુ એ આ યુવાન માંથી  યુવાનો ને પ્રેરણા લેવા જણાવ્યું હતું.