ગોંડલ તાલુકના ચરખડી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગોમટા અને ચરખડી આયુષ્માન આરોગ્ય મંદિરના સંયુક્ત ઉપક્રમે તિરંગા વૃદ્ધાશ્રમ ખાતે એન.સી.ડી. સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ અંતર્ગત વડીલજનોના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો માટે તપાસ અને સારવાર કરવામાં આવી હતી.
તેમજ ટી.બી.ના રોગ માટેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિધવા પેન્શન માટેના ઉંમરના દાખલા પણ કાઢી આપવામાં આવ્યાં હતાં. આ તકે ડો. મિલન હાપલિયા સહિતની આરોગ્ય ટીમે જહેમત ઉઠાવી હતી.