રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે રાણપુરમાં હિંન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણપુર તાલુકા દ્વારા હિંન્દુ શક્તિ સંગમ નામના કાર્યક્રમનું ભવ્ય આયોજન ગીતાંજલી ગ્લોબલ સ્કૂલ રાણપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાણપુર તાલુકાના ૨૪ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકામાં સંઘ કાર્ય વિસ્તાર, કાર્યનું દ્રઢીકરણ જેવા વિષયોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં સમાપન કાર્યક્રમમાં વક્તા દ્વારા રાષ્ટ્ર સામેના પડકારો, તેમાં આપણી ભૂમિકા વિશે વાત કરવામાં આવી હતી. આ હીન્દુ શક્તિ સંગમ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ પ્રજાપતિ (સામાજિક સમરસતા સહ સંયોજક, સૌરાષ્ટ્ર પ્રાંત), રવીન્દ્રભાઈ અમદાવાદીયા (તાલુકા કાર્યવાહ) અને જિલ્લા-તાલુકામાંથી મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર