Gujarat

રાણપુરની ભાદર નદી તારા વહેતા પાણી તેમ છતા..

રાણપુરની ભાદર નદી તારા વહેતા પાણી તેમ છતા..

રાણપુર શહેરની 25 હજારની વસ્તી ને 6 દિવસે માંડ પીવાનું પાણી મળે છે…

*50 વર્ષ પહેલા કુંભારવાડા વિસ્તારમાં 1 સંપ અને 1 પાણી ટાંકી બનેલી તેની ઉપર જ રાણપુરની 25,000 ની વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે…*

બોટાદ જિલ્લાના રાણપુર શહેર કે જે તાલુકા કક્ષાનું ગામ છે પણ તાલુકા કક્ષાની કોઈ સુવિધા ન હોવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરના લોકોને 6 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે હાલ શિયાળો ચાલી રહ્યો છે રાણપુર શહેરની ભાદર નદીમાં 24 કલાક વહેતું પાણી છે નદીમાં પાણી હોવા છતાં રાણપુર શહેરની 25 હજારની વસ્તીને 6 દિવસે માંડ પીવાનું પાણી મળે છે. લોકોને બીજા દિવસે ત્રીજા દિવસે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવું લોકો ઈષ્છી રહ્યા છે. હાલ સમગ્ર દેશ અને ગુજરાત હરણફાળ વિકાસની પ્રગતિ કરી રહ્યું છે પણ રાણપુરમાં કોઈ વિકાસ દેખાતો નથી રાણપુર શહેરની જનતા પાણી માટે વલખા મારે છે. અને 6 દિવસે માંડ પાણી નળમાં આવે છે લોકોને 6 દિવસ સુધી પાણી ચાલે તેટલું લોકો પાસે સ્ટોરેજ પણ હોતું નથી તેમ છતાં લોકોની મજબૂરી એ પાણીની વપરાશમાં કચાસ રાખીને 6 દિવસ પસાર કરે છે.વર્ષો પહેલા રાણપુર ને બીજા દિવસે અને ત્રીજા દિવસે પાણી મળતું હતું તે સમયે રાણપુર નો વિસ્તાર નાનો હતો. હાલના સમયમાં રાણપુરનો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત થયો છે.તમામ વિસ્તારોમાં પાણી પુરતું મળે તે માટે ગ્રામ પંચાયત આયોજન કરતી હોય છે.પણ હાલના સમયમાં રાણપુર ગ્રામ પંચાયત પાસે પાણીનું કોઈ સ્ટોરેજ માટે કોઈ ઓપ્શન નથી કોઈ જગ્યા નથી 50 વર્ષ પહેલા કુંભારવાડા વિસ્તારમાં રાણપુરમાં 1 સંપ અને 1 પાણી ટાંકી બનેલી તેની ઉપર જ રાણપુર શહેરની 25,000 ની વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે.જો રાણપુર ને નવી ટાંકી નવા સંપ ની ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બનાવવામાં આવે તો આ તાલુકા કક્ષાના રાણપુર શહેરના લોકોને બીજા ને ત્રીજા દિવસે નિયમિત પાણી મળી શકે છે તંત્રમાં અનેકવાર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો કરવામાં આવી તેમ છતાં આજદિન સુધી રાણપુરમાં સ્ટોરેજ માટે નતો પાણીની ટાંકીની ફાળવણી થઈ ન તો કોઈ બીજા સંપની ફાળવણી થઈ.હાલના આ ઝડપી યુગની અંદર પણ રાણપુર 1 પાણીની ટાંકી અને એક પાણીના સંપ ઉપર ગ્રામ પંચાયત લોકોને 6 દિવસે પાણી પૂરું પાડે છે રાણપુર શહેરના લોકોની પણ માંગ છે. સરકાર વહેલીતકે રાણપુરમાં નવા સંપ અને નવી પાણીની ટાંકી ફાળવણી કરે અને તાત્કાલિક બનાવે તો રાણપુર શહેરને જે 6 દિવસે પાણી મળવાની સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે….

*_______બોક્સ બનાવવુ_______*

*અમારે દરરોજ પાણી આપવું છે પણ અમારી પાસે પાણી સંગ્રહ માટે સ્ટોરેજ નથી:સરપંચ,ગ્રામ પંચાયત-રાણપુર*

આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાણપુર શહેરની હાલ વસ્તી 25,000 ની છે વિસ્તાર પણ ઘણો મોટો થઈ ગયો છે પાણી બધા વિસ્તારોમાં બે દિવસે આપી શકાય તેટલું સ્ટોરેજ નથી અમે સરકારમાં અવાર-નવાર રજૂઆત કરી છે. મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે કે રાણપુર શહેરને પીવાના પાણી માટે 3 ટાંકી અને 3 નવા સંપ ની ફાળવણી કરવામાં આવે તો અમે રાણપુર શહેરને બીજા દિવસે અથવા દરરોજ પાણી આપી શકીએ તો સરકાર તાત્કાલિક પાણીના સંપ અને પાણીની ટાંકી રાણપુર ને ફાળવે અને તાત્કાલિક બનાવે તો જ આ રાણપુરના લોકોને જે 6 દિવસે પાણી આપવાની સમસ્યા છે તે હલ થાય તેમ છે…

*_________બોક્સ બનાવવુ_________*

*ગ્રામ પંચાયત પાસે દરરોજ પાણી આપવાની ક્ષમતા છે પણ સ્ટોરેજ નથી:બાપાલાલ પરમાર-આગેવાન*

આ બાબતે રાણપુરના જાગૃત નાગરીક અને આગેવાન બાપાલાલ પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાણપુર ગ્રામ પંચાયત લોકોને દરરોજ પાણી આપી શકે તેટલી કાર્યક્ષમતા છે. પણ ગ્રામ પંચાયત પાસે પાણી માટે કોઈ સંગ્રહ કે સ્ટોરેજ નથી તો ક્યાંથી પંચાયત દરોજ પાણી આપી શકે.જો રાણપુર ગ્રામ પંચાયતને નવી ટાંકી અને નવા સંપ ની ફાળવણી થાય તો રાણપુર ગ્રામ પંચાયતની તાકાત છે કે દરરોજ પાણી લોકોને ઘર ઘર સુધી પહોંચાડી શકે.થોડા દિવસ પહેલાં રાણપુરમાં ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભા હતી એમાં પણ મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે રાણપુર ને 6 દિવસે હાલ પાણી મળે છે જો રાણપુર ને નવા સંપ અને પાણીની ટાંકી આપવામાં આવે તો ઓછા દિવસે પંચાયત લોકોને પાણી આપી શકે…

*અહેવાલ-તસવીર:વિપુલ લુહાર,રાણપુર*

IMG-20250108-WA0065-2.jpg IMG-20250108-WA0066-1.jpg IMG-20250108-WA0067-0.jpg