Gujarat

ત્રણ કલાક સુધી શહેરને બાનમાં લીધું : હોર્ડિગ્સ, વિશાળ બોર્ડ, વૃક્ષ ધરાશાયી થયા‎

નડિયાદ શહેર સહિત જિલ્લ ભરમાં સોમવારે મોડી સાંજે એકાએક વાતાવ રણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે માવઠું થતાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી.

શહેરના મહત્તમ વિસ્ત રોમાં હોર્ડિંગ્સ, બોર્ડ, વૃક્ષો, વૃક્ષોના ડાળખાં ધરાશાય થયા હતા જેને કારણે અનેક ઠેકાણે વીજ વાયરો પણ તૂટી પડ્યા હતા. જેને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સંપૂર્ણપણે અંધારપંટ છવાઈ ગયો હતો.

નિચા વાળા વિસ્ત રોમાં પાણી ભરાવ વાની સાથે સાથે મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા. મે મહિનાની કાળજાળ ગરમીમાં માવઠાને કારણે ઠંડક અનુ વાય હતી.

જોકે પોતાનો તૈયાર થયેલો પાક ધોવાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાંજે છ વાગ્યાના અરસામાં વાતાવ રણમાં પલટો આવ્યા બાદ સર્જાયેલી સ્થિતિ રાત્રે 12 વાગ્યા સુધી પણ સામાન્ય થઈ ન હતી.

શહેરમાં વંટોળ ફૂંકાયા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી. વરસાદ અને વાતાવરણની સ્થિતિને જોતા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ એકઠી કરવા રીતસરની દોડધામ કરતા જોવા મળ્યા હતા.

આખા નડિયાદમાં અંધારપટ ભારે પવન અને વરસાદ બાદ ગણતરીની મિનિટોમાં જ વીજ પુરવઠો ખોવાઈ ગયો હતો. પૂર્વ અને પશ્ચિમ નડિયાદમાં અંધારપટ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.