થરાદ થરાદપંથકમાં પસાર થતી નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે ખેડૂતોએ બુધવારે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.જો પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
થરાદ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતુ કે, નર્મદા યોજનાની વિવિધ બ્રાંચ કેનાલો જેવી કે માડકા, માલસણ, ઢીમા, ગઢસીસર અને વેજપુર બ્રાંચ કેનાલમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી. આના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને પાક બરબાદ થવાની ભીતિ સર્જાઈ છે.
જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે. અટલ કમાન્ડ એરિયાની યોજનાઓ હેઠળ આવતા વિસ્તારોમાં તાત્કાલિક પાણી છોડવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીશું. થરાદ પંથકની નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.