Gujarat

13 વોર્ડની 52 બેઠકમાં 26 મહિલા અનામત, દિવાળી પછી ચૂંટણી યોજાવાની શક્યતા

રાજ્ય સરકારે નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ અને બેઠકોના રોટેશનનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે 9 જુલાઈએ આ જાહેરનામું બહાર પાડ્યું છે.

નડિયાદને 1 જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2024ના બજેટ સત્રમાં આ જાહેરાત કરી હતી.

જી.એચ. સોલંકીની મનપા કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. નવી વ્યવસ્થામાં નડિયાદ મનપામાં 13 વોર્ડ રહેશે.

દરેક વોર્ડમાં 4 બેઠક મળી કુલ 52 બેઠકો નિર્ધારિત કરાઈ છે. કુલ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત છે.

અનુસૂચિત જાતિ માટે 3 બેઠકો અનામત છે. તેમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે રખાઈ છે.

અનુસૂચિત જનજાતિ માટે 1 બેઠક અનામત છે. ઓબીસી વર્ગ માટે 14 બેઠકો અનામત છે. તેમાંથી 7 બેઠકો ઓબીસી મહિલાઓ માટે નિર્ધારિત કરાઈ છે.

અડધા વર્ષના વિલંબ બાદ આ જાહેરનામું બહાર પડાયું છે. ચોમાસા બાદ અને દિવાળી પછી ચૂંટણી યોજાવાની શક્યતા છે.

જાહેરનામા પછી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની ગતિવિધિઓ વધશે તેવું મનાય છે.