અરે ભાઈ, આ નાનકડાં એવાં ગામમાં હેલિકોપ્ટરનું આગમન.!!
આ ગામમાં ૧૦૦ કરતાં વધુ કાફલાના જાન સાથે આગમને ગ્રામજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું.
નાના એવા ગામમાં નીકળેલ ફુલેકાએ પણ ખાસ્સું આકર્ષણ જગાવ્યું હતું
સાવરકુંડલાનાં આંકોલડા ગામે પશુપાલકનાં પુત્ર હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન માટે પહોંચ્યા
૧૦૦ કરતાં વધારે કારનાં કાફલા સાથે જાનનું આગમન..

લગ્નનની સિઝનમાં હવે હોળાષ્ટક આવે તે પહેલાં દિવસોમાં લગ્નગાળાની સીઝન પુરબહારમાં ખીલી ઊઠી હતી. એક પશુપાલક માલધારીના દીકરાના શાહી લગ્નોત્સવ યોજાયા હતા અને આ વરરાજાની જાન પણ આકાશમાં ઉડતા હેલિકોપ્ટરમાં આવી પહોંચી હતી અને હાથી, ઘોડા, ઊંટ સાથે શાહી લગ્નોત્સવમાં હજારો રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. અને આ ગામડામાં પશુપાલકના દીકરાની અનોખી જાનનુ ફૂલેકું જોવા હજારોની માનવ મેદની ઉમટી પડી હતી, ત્યારે આવા જાજરમાન શાહી લગ્ન રાજાશાહી લગ્નોની યાદ અપાવી જાય તેવી આંખોને વિસ્મયિત કરતી જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સાવરકુંડલા તાલુકાના આંકોલડા ગામે ત્રણ દિવસ પહેલાં આકાશમાં ઘરઘરાટી બોલાવતું હેલિકોપ્ટર આવ્યું અને તેમાં વરરાજા જાન લઈ આવી પહોંચ્યા ત્યારે બધાની આંખો વિસ્મય સાથે પહોળી થઈ ગઈ હતી. સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતાં પશુપાલકના લગ્ન પ્રસંગમાં જાન હેલિકોપ્ટરમાં આંકોલડા ગામે આવી હતી. ખોબા જેવડું ગામ આખું ગામ હેલિકોપ્ટરમાં આવી રહેલાં વરરાજાને નિહાળવા માટે હેલિપેડ ખાતે ઉમટી પડેલ જયારે આ વરરાજાની જાનમાં અન્ય લોકો પણ શાહી અંદાજમાં નાળ ગામેથી આંકોલડા ગામે ૧૦૦ જેટલી બ્લેક કલરની ફોરવ્હીલ કારમાં આવી પહોંચતાં જાનનો ઠાઠમાઠ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.

આ નાના એવા ખોબા જેવડા ગામમાં આ રીતે જાન આવતાં આ અનોખી જાન આકર્ષણનું
કેન્દ્ર બની હતી. જયારે વરરાજાની આંકોલડાની બજારમાં ફુલેકું નીકળ્યું ત્યારે તેમાં પણ હાથી, ઉંટ અને ઘોડેસવારો સાથે વરરાજા ઘોડા પર બિરાજીને વાજતે ગાજતે કટાકડાની આતિશબાજી અને વરરાજાના પિતાની આજુબાજુમાં સ્ટેન્ગનધારી સિકયુરિટી
સાથે હાથમાં પૈસાની રેલમછેલ કરતા ઢોલી પર રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. હાઈફાઈ સિક્યુરિટી સાથે હિતેષ કસોટીયાની જાન નાના એવા આંકોલડા ગામે જાણે કોઈ ધનવાન વ્યક્નિા લગ્ન હોય તેવા માહોલ વચ્ચે પશુપાલક પોતાના એકના એક દીકરાના લગ્ન કર્યા હતા .ગ્રામીણ ગામડામાં રહી શાહી લગ્નોત્સવનો હાઈ પ્રોફાઈલ ખર્ચ પશુપાલકે પોતાના દીકરાના લગ્નમાં
કર્યો હતા જેની ખુશી તેમના આંખોમાં છલકાતી હતી. ત્રણ દીકરીઓ અને એક
દીકરાના લગ્ન શાહી અંદાજમાં પશુપાલક તરીકે મનમાં વિચારીને હેલિકોપ્ટર, હાથી, ઘોડા, ઊંટ સાથે જાન આખા ગામનું આકર્ષણનું કેન્દ્ર બની અને માલધારી સમાજમાં કયાંય ન થયા હોય તેવા શાહી લગ્નોત્સવની ઉજવણી કરીને નાળગામના પશુપાલકે નવી કેડી કંડારીહતી.
બિપીન પાંધી સાવરકુંડલા