ભાવનગરમાં નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા રુવાંટા ઉભા કરી દેતું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના ટોપ-3 સિનેમા પાસે આવેલી અવાવરું જગ્યામાં બાવળની કાંટાળી ઝાડીઓમાં માતા નવજાત બાળાને છોડી ફરાર થઈ ગઇ હતી.
વહેલી સવારે બાળાનો રડવાનો અવાજ આવતાં રાહદારીઓએ જાણ કરતાં પોલીસ અને 108ની ટીમે નવજાતને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડી છે.
રડવાનો અવાજ આવતા લોકો ભેગા થયા ભાવનગર શહેરના તળાજા રોડ પર ટોપ-3 સિનેમા નજીક રોડપર અવાવરું સ્થળે બાવળની કાંટમા કોઈ દયાહીન જનેતાએ પોતાની કુખે અવૈદ્ય સંબંધ કે અન્ય કોઈ કારણોસર જન્મેલી નવજાત બાળાને તરછોડી ફરાર થઈ ગઈ હતી.
વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા મહેશ પંડ્યાએ બાળકીનો રડવાનો અવાજ આવતા તેમણે લોકોને જાણ કરતાં યુવાનોએ ભરતનગર પોલીસ તથા 108ને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108ના સ્ટાફે નવજાત બાળકીનો કબ્જો લઈ તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડી છે.