Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી રામજન્મોત્સવ સમિતિના કાર્યાલયનું ખૂબ જ સૌહાર્દપૂર્ણ માહોલમાં કરવામાં આવેલ

સાવરકુંડલા શહેર રામનવમી નિમિત્તે નિકળતી શોભાયાત્રા માટે સમગ્ર રાજયમાં પ્રસિધ્ધ છે
સાવરકુંડલામાં શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રા માટે કાર્યાલયનું ઉદઘાટન
સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય શોભાયાત્રાના આયોજન માટે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તારીખ ૨૯ માર્ચ, ૨૦૨૫ ને શનિવારે સાંજે ૯-૦૦ કલાકે હનુમાન ચાલીસાના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય અને દિવ્ય રીતે સાવરકુંડલા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં તમામ ધર્મ પ્રેમી હજારોની સંખ્યામાં ઉત્સાહભેર જોડાય છે. આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ તેમજ વિવિધ સમાજોના ફ્લોટ્સ અને રજવાડીરથ ડી.જે તેમજ વિવિધ ભજન મંડળીઓ વિવિધ સંસ્થાઓ અને ઢોલ-નગારાના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થશે તેમજ સાથો સાથ શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શરબત, છાશ અને પ્રસાદનું વિવિધ મંડળો દ્વારા સેવા પુરી પાડવામાં આવશે.
 
સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાશે.શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને આ ભવ્ય શોભાયાત્રામાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે આ શોભાયાત્રા સાવરકુંડલા શહેરના સનાતન આશ્રમ જેસર રોડથી પ્રસ્થાન થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રામજી મંદિર જીંજુડા ગેટ ખાતે પૂર્ણ થશે. આ શોભાયાત્રા સાવરકુંડલાના નગરજનો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ અને સાવરકુંડલાની સંસ્કૃતિનો ભાગ છે. આ શોભાયાત્રામાં ભાગ લઈને ભક્તો ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા