રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.
રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાધન નશાના રવાળે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા તથા સર્વેલન્સ સ્કોડના PSI જે.જી.રાણા ની રાહબરી હેઠળ રવિભાઈ દિલીપભાઈ વાંક તથા હારૂનરસીદ રમજુભાઈ ચાનીયા નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે રાજકોટ સાંઈબાબા સર્કલથી સોલ્વન્ટ ચોકી તરફ જવાના રસ્તા પરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઈસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. માદક પદાર્થ ગાંજો ૧.૭૬૫ કિ.ગ્રામ કિ.૧૭,૬૫૦ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટરસાયકલ કિ.૪૦,૦૦૦ આરોપી રવિકુમાર સાધુરામ યાદવ ઉ.૨૫ રહે-વિરાણી અધાટ શેરીનં.ર ઢેબર રોડ રાજકોટ મુળ રહે-પર્સીયારાજા ભીનગા પોસ્ટ-લક્ષ્મણપુર જી.શ્રાવસ્તી (ઉત્તરપ્રદેશ).
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.