બનાસકાંઠા એસઓજી પોલીસે આંતર રાજ્ય નાર્કોટિક્સ કેસમાં ફરાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે.
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી ફરાર હતો.
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યા અને એ.જી. રબારીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી રાજસ્થાનના ઉદેપુર, જાલોર, ચિતલવાના અને ગુડામાલાણી વિસ્તારમાં તપાસ કરી હતી.
આરોપી રમેશ ઉર્ફે રમીયા બિશ્નોઈને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામલાની તાલુકાના અણદારીયો કી બેરી ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
તેની પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી (GJ-20-AH-6285) પણ કબજે કરવામાં આવી છે. આરોપી ડ્રાઇવિંગ અને સ્ટીલના દરવાજા બનાવવાનો વ્યવસાય કરે છે.
મૂળ કેસમાં એક અન્ય સ્કોર્પિયો ગાડી ના ચાલક સામે NDPS એક્ટની કલમ 8(સી), 15(સી) અને આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.