સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ મકાન 16 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મકાનનું લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય પરમારનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
નવા મકાનથી ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળશે તેવી આશા સાથે ગામલોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.

લોકાર્પણ કાર્યક્રમમાં આઇસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા અને લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર હાજર રહ્યા હતા.
આ ઉપરાંત તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઇ થળોદા અને ઓળક સરપંચ રેવાભાઇ રાઠોડ સહિત જિલ્લા-તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





