સાવરકુંડલા ખાતે આવેલ કે કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓની ઈન્ડસ્ટ્રીયલ ટૂર તારીખ ૨૮-૧-૨૫ને મંગળવારના રોજ યોજાયેલ જેમાં શ્રી કે.કે. હાઈસ્કૂલની ધોરણ- ૯ની વિદ્યાર્થિનીઓને બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ , રાજકોટ ( બીઆઈએસ ) દ્વારા ઈંડિસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૯ ના ૩૦ બહેનોને ‘ સિધ્ધાર્થ ગજાનંદ સ્ટીલ – સાવરકુંડલા , જે ભારતનો પ્રખ્યાત ‘ ડિજિટલ કાંટા ઉધોગ ‘ છે ત્યાં મુલાકાત કરાવવામાં આવી હતી . ત્યાં બહેનોને ડિજિટલ કાંટા કઇ રીતે બને છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નિદર્શન દ્વારા આપવામાં આવી હતી.
ખૂબ જ સારી રીતે આ માહિતી સમજાવવામાં આવી હતી. બીઆઈએસના મેન્ટર તરીકેની ફરજ ભૂમિકાબેન ઢગલ તથા અમિષાબેન સોલંકીએ નિભાવી હતી. સમગ્ર ટૂરનું આયોજન યોગેશભાઈ પરમાર અને પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ થયું હતું . સંપૂર્ણ નિદર્શન બાદ કંપની દ્વારા વિદ્યાર્થીનીઓને પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ નાસ્તો કરી બપોરે આ વિઝિટ પૂર્ણ થઈ હતી .
બિપીન પાંધી સાવરકુંડલા