જૂનાગઢમાં ગાંધીગ્રામ એરિયામાં રહેતા ગુસ્સીટોકના આરોપી કાળા રાડા રબારી ની દબાણ કરેલી સરકારી મિલકતો તંત્ર દ્વારા ખુલ્લી કરાય
જૂનાગઢ ગાંધીગ્રામ અખંડ સૌભાગ્ય વતી ભવનની પાસે રહેતા ગુજસીટોકના મુખ્ય આરોપી કાળા દેવરાજભાઇ રાડા રબારી ની ગુજસીટોકના ગુન્હાના કામે આરોપીની ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલ તથા દબાણ કરેલ મિલ્કતો અંગેની માહિતી એકત્રીત કરી મામલતદારશ્રી જૂનાગઢ તરફ મોકલતા જૂનાગઢ, જિલ્લા કલેકટરશ્રી અનીલ રાણાવસીયા સાહેબ દ્વારા આરોપી કાળા દેવરાજ રાડા દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કરાયેલ દબાણો દુર કરવા હુકમ કરવામાં આવતા આજરોજ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબના સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ તથા જૂનાગઢ શહેર ડીવીઝનના ના.પો.અધિ.શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ તથા તથા મામલતદાર શહેર વિભાગ શ્રી કે.એન.ત્રિવેદીની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ, એસ.ઓ.જી. શાખા, એ ડીવીઝન, બી ડીવીઝન તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પો.અધિકારી તથા પો.કર્મચારીઓ તથા સીટી સર્વેયર શ્રી દશરથસિંહ જાદવ તથા જી.ઇ.બી. જૂનાગઢ ટીમ સાથે આરોપી કાળા દેવરાજ રાડા રબારી દ્વારા જૂનાગઢ ગાંધીગ્રામ લીરબાઇપરા વિસ્તાર રામચોક પાસે આવેલ સરકારી જમીન સર્વે નંબર-૩૦૮ કુલ-૭૫૦ ચોરસ મીટર પર પોતાના રહેણાંક હેતુસર ગેરયકાયદેસર રીતે બાંધવામાં આવેલ આલીશાન બંગલો તે સરકારી જમીનની કિ.રૂા.૨૮,૫૦,૦૦૦/- ગણી શકાય તે બંગલો તેમજ કેન્દ્રીય વિદ્યાલય પાસે સરકારી જમીન સર્વે નંબર-૩૯૭ પૈકી ૩૫૦૦૦ ચોરસ મીટરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ફાર્મ હાઉસ તે સરકારી જમીનની કિ.રૂા.૮,૫૦,૦૦,૦૦૦/- જે બન્ને સરકારશ્રીની મિલ્કત પર આરોપી કાળા દેવરાજ રાડા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડી ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવેલ.
રિપોર્ટર,મહેશ કથિરીયા


