Gujarat

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ટાઈપ ફોર હોસ્ટેલ રાણપુર દ્વારા ધોરણ 10-12 ની બાળાઓનો વિદાય સમારંભ યોજાયો

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ટાઈપ ફોર હોસ્ટેલ રાણપુર દ્વારા ધોરણ 10-12 ની બાળાઓનો વિદાય સમારંભ યોજાયો

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ટાઈપ ફોર હોસ્ટેલ રાણપુર દ્વારા ધોરણ 10 ધોરણ 12 ની બાળાઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હોસ્ટેલની બાળાઓએ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. હોસ્ટેલની દરેક દીકરીઓને પાણીની બોટલ આપવામાં આવી તેમજ ધોરણ 10 અને 12 માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દીકરીઓને ફોલ્ડર ફાઇલ આપી સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા જેન્ડર કો-ઓર્ડીનેટર હિનાબેન પટેલ, બ્લોક રિસોર્સ પર્સન મેહુલભાઈ ગાબુ, સી.આર.સી અશોકભાઈ ઝેઝરીયા, વિજયભાઈ કાણોતરા , ભાવિનભાઈ, તુષારભાઈ, જાળીલા કેજીબીવી હોસ્ટેલનાં હેતલબેન, કેજીબીવી રાણપુર હોસ્ટેલનાં વોર્ડન અનિતાબેન રાઠોડ, મોડલ સ્કૂલ રાણપુરનાં કાર્યકારી આચાર્ય કિરીટભાઈ રાઠોડ, બાળાઓનાં વાલીગણ બહોળી માત્રામાં ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250318-WA0053-2.jpg IMG-20250318-WA0056-1.jpg IMG-20250318-WA0054-0.jpg