રાણપુરમાં કીનારા ખાતે લક્ષ્મી સ્ટીલ પરિવાર દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈફતાર પાર્ટી આપી રોજા ખોલાવ્યા…
બોટાદ જિલ્લાના રાણપુરમાં કિનારા ખાતે આવેલ લક્ષ્મી સ્ટીલ પરિવાર કોમી એકતા માટે આ નામ ખૂબજ જાણીતું છે લક્ષ્મી સ્ટીલના માલિક ધર્મેન્દ્રભાઈ ગુપ્તા દ્વારા દર વર્ષે કોમી એકતા ના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જ્યારે હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે લક્ષ્મી સ્ટીલ પરિવાર દ્વારા કિનારા ખાતે પોતાના આંગણે મુસ્લિમ બિરાદરોને બોલાવી ઇફ્તાર પાર્ટી આપી રોજા ખોલાવ્યા હતા. આ સમયે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો વેપારી આગેવાનો હાજર રહ્યા હતા લક્ષ્મી સ્ટીલના માલિક ધર્મેન્દ્ર ગુપ્તા દ્વારા કોમી એકતાના ભાગરૂપે આ સુંદર આયોજન કરવા બદલ રાણપુર વેપારી મંડળ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર