Gujarat

મુંબઈના ડીજે પર્લના તાલે યુવાનો ઝૂમ્યા, કિર્તીદાન ગઢવીએ યુવાનોને મનોરંજન પૂરું પાડ્યું

ગાંધીનગરમાં ધુળેટી પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. પાટનગરમાં પહેલી વાર મુંબઈની ખ્યાતનામ ડીજે પર્લ એન્ડ ગ્રુપે ‘રંગરેવ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકકલાકાર કિર્તીદાન ગઢવીએ ખાસ હાજરી આપી યુવાનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. આયોજકોએ કેમિકલ ફ્રી રંગોથી ધુળેટીની રમઝટ જમાવી હતી.

કાર્યક્રમમાં રેઇન ડાન્સ અને મુલતાની માટીનું મડ સેટઅપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગાંધીનગરના ફાર્મ હાઉસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ડીજેના તાલે ધમાલ મચાવી હતી.

હોળી-ધુળેટીના પર્વની ઉજવણી માટે પાટનગરમાં વિવિધ આયોજનો થયા હતા. આ ‘રંગરેવ’ કાર્યક્રમે યુવાનોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.