નડિયાદમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 83મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
આ પ્રસંગે સહકારી મંડળીઓનું સ્નેહમિલન અને 100 ટન ક્ષમતાના રાસાયણિક ખાતર સ્ટોરેજ ગોડાઉનનો શુભારંભ કરવામાં આવ્યો.
આ નવા ગોડાઉનથી ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને મોટો લાભ મળશે.
કાર્યક્રમમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને સંઘના ચેરમેન જયરામ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંઘના ચેરમેન જયરામભાઈ દેસાઈએ જણાવ્યું કે, સંસ્થાએ 41 લાખનો નફો નોંધાવ્યો છે. તેમણે આગામી વર્ષે એક કરોડ રૂપિયાના નફાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
સંસ્થાએ ખેડૂતો અને સહકારી મંડળીઓના હિતમાં ત્રિસ્તરીય માળખું વિકસાવ્યું છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, દેશમાં 85 લાખ સહકારી મંડળીઓ છે. તેમનું રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન છે.
ધારાસભ્ય પંકજ દેસાઈએ ખેડૂતોને રાસાયણિક સાથે કુદરતી ખાતરના ઉપયોગ પર ભાર મૂક્યો.
તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ ખેડૂતો સુધી પહોંચાડવા અપીલ કરી.


