ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આજે સવારે 9.15 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે એક ક્લિનિક, લેબોરેટરીમાં તેમજ એક દુકાનમાં આગ લાગી હતી.
લીલાસા નગર પાણીની ટાંકી પાસે આવેલી અંજલિ ક્લિનિક, લોચના એન્ટરપ્રાઇઝ અને ડૉ. અમિત ક્લિનિકલ લેબોરેટરીમાં આગ ફાટી નીકળી હતી.
લોચના દુકાનમાં રાખેલી પ્લાસ્ટિકની વસ્તુઓ સળગી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
વરસાદી વાતાવરણ વચ્ચે આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જો કે, દુકાનોમાં રાખેલી માલસામગ્રી બળીને ખાક થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.
