નડિયાદ શહેરમાં મહાગુજરાત નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયા બાદ આસપાસની 20 જેટલી સોસાયટીઓમાં ધીમી ધારે પાણી આવી રહ્યું છે. જોકે, હજી પણ તંત્ર દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
નડિયાદમાં મહાગુજરાત નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયા બાદ છેલ્લા બે દિવસથી આસપાસની 20 જેટલી સોસાયટીમાં ધીમી ધારે પાણી આવતું હતું.
જોકે, પાઇપ લાઇનમાં ભંગાણની જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા બે દિવસથી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પરંતુ હજી સુધી મરામતની કામગીરી પૂર્ણ થઇ ન હોવાથી આસપાસની સોસાયટીઓમાં હજીપણ ધીમી ધારે જ પાણી આવી રહ્યું છે.
જેને કારણે રહીશોને હાલાકી વેઠવી પડે છે. શુક્રવારે પાણી આવ્યું ત્યારે પાઇપ લાઇનમાં થયેલ ભંગાણમાંથી ફોર્સમાં લીક થતું પાણી બહાર આવતું જોવા મળ્યું હતું.