ભાવનગર શહેરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે. છેલ્લા એક સપ્તાહના તાપમાનના આંકડા જોઈએ તો, 7 એપ્રિલે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી અને લઘુત્તમ 25.2 ડિગ્રી નોંધાયું હતું.
8 એપ્રિલે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી અને લઘુત્તમ 29.4 ડિગ્રી રહ્યું હતું. 9 એપ્રિલે સૌથી વધુ 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ 28.2 ડિગ્રી રહ્યું હતું.
10 એપ્રિલે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુત્તમ 26.5 ડિગ્રી નોંધાયું. 11 એપ્રિલે મહત્તમ 39 ડિગ્રી અને લઘુત્તમ 23.2 ડિગ્રી રહ્યું.
12 એપ્રિલે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું છે. આ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 21થી 54 ટકા વચ્ચે રહ્યું છે.
લૂથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. સીધા સૂર્યપ્રકાશથી બચવું અને વારંવાર પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ORS પુષ્કળ પ્રમાણમાં લેવા જણાવવામાં આવ્યું છે. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા સૂચના કરવામાં આવી છે.