ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના જુના બંદર રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે રેલવે ફાટક પાસે મેલડી માતાના મંદિર નજીકથી એક શખ્સને ઝડપી પાડ્યો છે.
પકડાયેલા આરોપીની ઓળખ રાકેશભાઇ ઉર્ફે ટીનો ભૂપેન્દ્ર પરમાર (ઉંમર 39, રહે. આડોડિયાવાસ, ભાવનગર) તરીકે થઈ છે.
આરોપી પાસેથી પોલીસે ભુરા કલરની પ્લાસ્ટિકની થેલીઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં બેગપાઇપર ડિલક્ષ વ્હીસ્કીની 180 MLની 50 બોટલ (કિંમત રૂ. 6,250) અને ડી.એસ.પી બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની 90 MLની 400 બોટલ (કિંમત રૂ. 30,000) મળી કુલ રૂ. 36,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ તમામ બોટલો પર ‘ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી’ લખેલું હતું. આરોપી વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.