વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે.
આ દુર્ઘટના 6 જુલાઈ, 2025ના રોજ બની હતી. મૃતકોમાં જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા, તેમના પત્ની રખુબેન જેઠાભાઈ મકવાણા અને તેમનો પુત્ર પથુભાઇ જેઠાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ ત્રણેય વ્યક્તિઓ પરિવારના મુખ્ય જવાબદાર સભ્યો હતા.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે આ પરિવાર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
આ પરિવારને તાત્કાલિક મદદની જરૂર છે. ધારાસભ્યએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે. જેથી આ પરિવાર આ કપરા સમયમાંથી બહાર આવી શકે.