Gujarat

આચાર્ય રાકેશપ્રસાદ સહિત 100થી વધુ સંતો ઉપસ્થિત રહેશે

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આવતીકાલે 4 મેના રોજ 100મી રવિસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાનારી આ વિશેષ સભામાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને 100થી વધુ સંતો-મહંતો આશીર્વાદ આપવા પધારશે.

નડિયાદના ગાદલાવાળા પરિવારે સ્વ. નારણભા વાલજી પટેલની સ્મૃતિમાં આ સભાનું યજમાનપદ સ્વીકાર્યું છે.

રતિલાલ અને સ્વ. કાંતાબેન ગાદલાવાળા પરિવાર દ્વારા યજમાન તરીકેની સેવા આપવામાં આવશે.

મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીના જણાવ્યા અનુસાર, દર માસના પ્રથમ રવિવારે યોજાતી આ સભા યુવાનોમાં સંસ્કાર અને શિસ્તના સિંચન માટે મહત્વપૂર્ણ માધ્યમ બની છે.

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસ સ્વામી વચનામૃત પર વિશેષ વિવેચન કરશે.

રવિસભામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવશે. જરૂરિયાતમંદો માટે ચંપલ અને ધાબળા વિતરણનું પણ આયોજન છે.

શિક્ષણવિદો, સાહિત્યકારો અને સ્વયંસેવકોની હાજરી સભાને વિશેષ બનાવે છે. શ્યામવલ્લભસ્વામી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.