Gujarat

800થી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મોડેલ, IP અને હસ્તપ્રયોગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ખેડા દ્વારા નોલેજ હાઈસ્કૂલ, મહેમદાવાદમાં વિજ્ઞાન આધારિત શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમમાં ચાર મુખ્ય વિભાગો રાખવામાં આવ્યા હતા. આમાં વિજ્ઞાન મોડેલ ડેમોન્સ્ટ્રેશન, ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી વિષયક માહિતી, નવા વિચારો અને શોધ વિષયક પ્રેઝન્ટેશન તેમજ વિજ્ઞાન સાથે જોડાયેલી હસ્તપ્રયોગ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.

કાર્યક્રમમાં 800થી વધુ વિદ્યાર્થીઓ અને 50થી વધુ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રવૃત્તિઓએ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને રચનાત્મકતાનો વિકાસ કરવાનો હેતુ ધરાવતી હતી.

શાળાના આચાર્ય અને શિક્ષકમંડળના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

શાળા દ્વારા ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.