Gujarat

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મોટર સાયકલો તથા ફોર વ્હીલ તથા મોબાઇલો તેના માલીકને પરત આપતી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઈ જે સુચનાઓ અનુસંધાને એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદાર શ્રીઓને આજરોજ મોટર સાયકલો -૬ તથા ફોર વ્હીલ-૩ તથા મોબાઇલ-૨ જેની કુલ કિંમત રૂપિયા- ૯,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને જેતપુર પાવી પોલીસે સાર્થક કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર