Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના હરખપુર ગામે વન વિભાગે દીપડાનુ સફળ રેસ્ક્યુ કર્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો વકરસિંગભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારી વનરાજ સોલંકીને થતા તેઓએ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને દીપડાને બચાવવા માટે  કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે કૂવામાં પીંજરું ઉતાર્યું હતું. અને લગભગ અડધા કલાક  બાદ દીપડો પીંજરામાં પ્રવેશ્યો હતો.
ત્યાર બાદ દોરડાની મદદથી પીંજરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં વન વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે દીપડાનો જીવ બચી શક્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર