ખેડા જિલ્લા સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી આવતીકાલે 4 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. કુલ 13 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ આવી છે. અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તેમાં પણ નડિયાદ અને માતર બેઠકો પર રસાકસીનો જંગ જામ્યો છે. કારણ કે નડિયાદ બેઠક પરથી 3 ઉમેદવારો અને માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે.
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આવતીકાલે 4 જાન્યુઆરીના રોજ યોજવાની છે. ભૂતકાળમાં જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તમામ બેઠકો મોટાભાગે બિનહરીફ જાહેર થતી હતી. જોકે સંઘમાં સભ્ય પદ મેળવવા માટે જિલ્લા ભાજપ મોવાડીયોમાં હોડ જામી હતી. તેમાં પણ વિભાગ-4ની 10 બેઠકો પર ભાજપ અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઉમેદવારી નોંધાવી દેવામાં આવી હતી. જેથી ભાજપની સામે ભાજપનો જ ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો.
આ વચ્ચે જિલ્લા ભાજપ મોવાડી મંડળ દ્વારા તમામ બેઠકો પોતાના પક્ષે બિનહરીફ થાય તે હરકતમાં આવી એડી ચોટીનુ જોર લગાવવામાં આવ્યું હતું. જેના પગલે વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3 અને વિભાગ-4ની ગળતેશ્વર બેઠક બિનહરીફ થઇ હતી. આ બાદ જિલ્લા ભાજપ મોવાડી મંડળ દ્વારા આદરેલ સમજાવટના પગલે વિભાગ-4માં વસો, મહેમદાવાદ, ઠાસરા અને ખેડા તાલુકાની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આમ કુલ 13 બેઠકો પરથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.
જ્યારે ભાજપ મોવાડી મંડળના લાખ પ્રયત્નો પછી પણ વિભાગ-4ની નડિયાદ, મહુધા, માતર, કઠલાલ અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાવવાની નોબત આવી છે. આ પાંચ બેઠક ઉમેદવારી નોંધાવનાર સભ્યો દ્વારા ભાજપ મોવડી મંડળના અથાક પ્રયાસો પછી ચૂંટણી જંગમાંથી પીછે હટ ન કરાતા હવે વિભાગ 4ની આ પાંચ બેઠકો પર કુલ 12 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. જેમાં નડિયાદ બેઠક પર સૌથી વધુ 3 ઉમેદવાર અને માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ બંને બેઠકો રસાકસી છે. આવતીકાલે નડિયાદ બેઠકની શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થા કેન્દ્ર ખાતે તો અન્ય બેઠકોની તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરીમાં સવારે 9થી બપોરે 2 કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી હાથ ધરાશે. જ્યારે મતગણતરી 7 જાન્યુઆરી 2025ના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘમાં યોજાયાવાની છે.
આ બેઠકો પર ચૂંટણી ખેલાશે કઠલાલ તાલુકો
- સોઢા પરમાર કાંતાબેન શનાભાઇ (રહે.સરાલી)
- સોલંકી ગોપાલભાઈ રણછોડભાઈ (રહે.સોલંકીપુરા)
- રાઠોડ સુરસિંહ ચેહરજી (રહે.મોતીપુરા)
મહુધા તાલુકો
- અર્જુનસિંહ જેસંગભાઈ વાઘેલા (રહે.નિઝામપુરા)
- ચૌહાણ પરેશકુમાર રતનસિંહ (રહે.શેરી)
નડિયાદ તાલુકો
- કૌશિક સોમાભાઈ પરમાર (રહે.મંજીપુરા)
- પટેલ ભરતભાઈ ઘનશ્યામભાઈ (રહે.નડિયાદ)
- ઓઢા પ્રવિણસિંહ ખુમાનસિંહ (રહે.પાલડી)
કપડવંજ તાલુકો
- પટેલ ઉમેશભાઈ ભીખાભાઈ (રહે.દાણા)
- રાઠોડ બાબુભાઈ રૂપાભાઈ (રહે.ઝંડા)
માતર તાલુકો
- સોલંકી કેસરીસિંહ જેસંગભાઈ (રહે.લીબાસી)
- પરમાર ભગવતસિંહ કાળીદાસ (રહે.માતર)
આ 8 બેઠકો ભાજપે ખેલ પાડી બિનહરીફ કરવામાં સફળતા મળી
- જિલ્લા કક્ષા વિભાગ-1 જયેશભાઈ ચીમનભાઈ પટેલ (રહે.નવાગામ)
- નાગરિક બેંક વિભાગ-2 ચંદ્રેશકુમાર કનુભાઈ પટેલ (રહે.લીબાસી)
- આજીવન સભ્ય વિભાગ-3 ધર્મેશભાઈ જયંતિભાઈ પટેલ (રહે.ડુમરાલ)
- વસો તાલુકા કક્ષા વિભાગ-4 રાજેન્દ્રકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ (રહે.પીજ)
- મહેમદાવાદ તાલુકા વિભાગ-4 જયરામભાઈ મોતીભાઈ રબારી (રહે.કનીજ)
- ઠાસરા તાલુકા વિભાગ-4 સંજીવકુમાર મોહનભાઈ પટેલ (રહે.નેશ)
- ખેડા તાલુકા વિભાગ-4 ધીરુભાઈ અમરસિંહ ચાવડા (રહે.હરિયાળા)
- ગળતેશ્વર તાલુકા વિભાગ-4 રમેશભાઈ પુજાભાઈ પરમાર (રહે.કોસમ)