Gujarat

નડિયાદ એસઆરપી કેમ્પ વિસ્તારમાં ઉભરાતી ગટરથી પરેશાન રહીશોનો પાલિકામાં મોરચો

નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ વિસ્તારોમાં ઉભરાતી ગટરની સમસ્યાને લઈને રહીશો પરેશાન થઈ ગયા છે

ત્યારે શહેરના એસ.આર.પી પાસે આવેલી સોસાયટીના રહીશોના ઘર આંગણે ગટરના પાણી ફરી વળતાં રોગચાળો ફેલાવવાની ભિતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલ એસઆરપી નજીક વીજ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યા બાદ ગટર ઉભરાવવાની સમસ્યા શરૂ થઈ હતી.

જે બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા અને એક મહિનાથી ગટરના પાણી સોસાયટીમાં ફરી મળતા હોવાથી અંતે સોમવારે .

આ વિસ્તારમાં આવેલ શુભ લક્ષ્મી ધન લક્ષ્મી સોસાયટીની મહિલાઓ અને રહીશો મહાનગરપાલિકા ભવન ખાતે પહોંચ્યા હતા અને પહેલા વીજ વિભાગને અને બાદમાં ડ્રેનેજ વિભાગને પોતાની સમસ્યાની રજૂઆત કરી હતી.

જેમાં તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનો ઉકેલ લાવી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી.

હાલમાં ઉભરાતી ગટરને કારણે ફેલાતી ગંદકીથી કોલેરા જેવો રોગચાળો ફરીથી ફાટી નીકળે તેવી ભીતિ પણ આ વિસ્તારના રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.