ખેલ મહાકુંભની સ્પર્ધામાં રાજ્યની શાળાઓ બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રેરિત થાય તેવા આશયને ધ્યાને લઈ ખેલ મહાકુંભની સ્પર્ધામાં રાજ્યની જે શાળા શ્રેષ્ઠ દેખાવ કરે તે શાળાને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને આધારે નડિયાદની નોલેજ હાઇસ્કુલને ‘તૃતીય શ્રેષ્ઠ શાળા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. નોલેજ હાઈસ્કૂલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 04 જાન્યુઆરીના રોજ સાંજે 05:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજાનાર ખેલ મહાકુંભ 3.0 ના ઉદ્ઘાટન સમારંભમાં રૂપિયા 2 લાખના રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. આ બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સચિવ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.
