ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ મહોત્સવ સાથે સાથે આ જ દિવસે લુહાર જ્ઞાતિ કુળભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજી નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે લુહાર યુવા ગ્રુપ દ્વારા સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. સાવરકુંડલામાં શ્રી રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રના આયોજનમાં સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપ સંત શ્રી મહાત્મા મુળદાસજીની પ્રતિમા સાથે તોપના કડાકા ભડાકા પુષ્પવર્ષા સાથે શોભાયાત્રામાં જોડાયુ હતું.

લુહાર યુવા ગ્રુપ સંત શ્રી મહાત્મા મુળદાસજીની પ્રતિમા સાથે શોભાયાત્રામાં જોડાયું એ દરમિયાન સાવરકુંડલા તાલુકાના સમસ્ત લુહાર પરિવાર તેમજ સાવરકુંડલા શહેરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા