એક તરફ ભારતમાં સરકાર કાળા કાયદાઓ સામે એક પછી એક પગલાં ભરી રહી છે અને અનેક કાળા કાયદાઓને ડામી ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેમ કે 370,કલમ, ત્રીપલ તલાક CAA જેવા અનેક કાયદાઓ પર મોદી સરકાર ફેરફારો લાવી રહી છે ત્યારે એક દેશ એક કાયદો યુનિફોર્મ સિવિલ કોડ માટે સા. કુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાની સૂચના મુજબ રામનવમી શોભાયાત્રા પર જુદી જુદી ચાર જગ્યા પર UCC ને સમર્થ આપવાની લોકોએ સમર્થનમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું સાથે UCC લાગુ થાય તેવા હેતુસરસ કાર્યકર્તા દ્વારા જુમ્બેશ ઉઠાવવામાં આવી હતી.

આ સમાન સિવિલ કોડ ( UCC ) માટે નાગરિકો પાસેથી અભિપ્રાયો જાણવા તેમજ આ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાય તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ અંગે હાકલ કરતા આ અભિયાન અટલધારા કાર્યાલય થી પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદમાં આ હાકલને સામાજિક સંગઠનોએ સ્વીકારી હતી અને સાવરકુંડલા શહેરમાં રામનવમીની શોભાયાત્રામાં જુદી જુદી ચાર જગ્યાએ વિશ્વ હિન્દુ મહાસભા દ્વારા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ,શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દેવળા ગેટ ખાતે , ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા મેલડી ચોક જયશ્રી ટોકીઝ પાસે તેમજ શહેર ભાજપ સંગઠનની ટીમ દ્વારા મણીભાઈ ચોક ખાતે આ સમાન સિવિલ કોડ ( UCC )ના ફોર્મ ભરવામાં આવ્યા હતા

તેમજ કલમ ૪૪માં ભારતના સમગ્ર ક્ષેત્રમાં નાગરિકોને એક સરખો દીવાની કાયદો જેવાકે લગ્ન ,છૂટાછેડા, ભરણપોષણ ,ધર્મ આધારિત કાયદાઓ , સ્ત્રી અને પુરુષો માટે સમાન મિલકત અધિકારો તેમજ વારસાનું ભરણપોષણની જોગવાઈઓ આ કાયદામાં છે આવા અલગ અલગ ૧૩ મુદ્દાઓને લઈ સાવરકુંડલા શહેરની સામાન્ય જનતાઓના અભિપ્રાયો તેમજ સૂચનો લેવામાં આવ્યા હતા

જે અંતર્ગત સાવરકુંડલા શહેરમાં ૧૦૦૦૦ થી વધુ લોકોએ આ ફોર્મ ભરી અને સુપ્રત કર્યા હતા આ આયોજન બદલ લોકોએ સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વખાણ કર્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા